Saturday, September 5News That Matters

Gujarat

અમરેલી જિલ્લા પંચાયતની ટીમ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગરૂપે, પંચાયતો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે અમરેલી જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓએ આદર્શ ગામ બાદલપરા તેમજ વડનગર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. અમરેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ગીર સોમનાથ જિલ્લાના આદર્શ ગામ બાદલપરા તેમજ વડનગર ગામની આજે બપોર બાદ મુલાકાત લીધી હતી. આ ગામમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને લઈને અમલીકૃત બનેલા કાર્યો વિશેની જાણકારી મેળવી હતી. આ ટીમે ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં સફળ કામગીરી અમલમાં મૂકેલી પંચાયતોના અનુભવો પોતાના જિલ્લામાં લોકકલ્યાણ માટે અમલમાં મૂકી શકાય એ માટે રૂબરૂ નિદર્શન અને ચર્ચા-વિનિમય દ્વારા પંચાયત, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, લાઈબ્રેરી, આંગણવાડી વગેરે સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. અમરેલી પંચાયતના સભ્ય પ્રભાત કોઠીવાલે આ પ્રેરણાત્મક મુલાકા...

મરણ જનાર અજાણ્યા પુરૂષના વાલી વારસની જાણ સીટી-એ ડીવી. પોલીસ સ્ટેશન ખાતે કરવા અંગે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર               આશરે ૪૦ વર્ષની ઉંમરના રખડતુ ભટકતુ જીવન જીવતા અને ભિક્ષા વૃત્તી કરી પોતાનુ ગુજરાન ચલાવતા એક અજાણ્યા પુરૂષ જામનગર એસ.ટી.બસ સ્ટેશન સામે બેભાન હાલતમાં મળી આવતા જેઓને સારવાર માટે જી.જી.હોસ્પીટલ ખાતે લઇ જવામા આવેલ. સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે આ શખ્સને મૃત જાહેર કરેલ હોય જે વ્યક્તિની ઓળખ થાય તે માટે જામનગર સીટી એ.ડીવી.પોલીસ સ્ટેશન દ્વારા યાદિ બહાર પડાઈ છે.શારીરિક ઓળખ તરીકે આ શખ્સના જમણા હાથમા 'MERI JAAN SABINA' લખાવેલ છે.જેથી આ અજાણ્યા ઇસમના વાલી વારસની ઓળખ અંગે જો કોઈને જાણ થાય તો પો.સબ ઈન્સ.ડી.જી.રામાનુજ મો-૯૦૧૬૭૦૬૬૯૦, સીટી-એ ડીવી. પોલીસ સ્ટેશન ફોન નં-(૦૨૮૮)૨૫૫૦૨૪૩ પર સંપર્ક કરવા જણાવાયું છે....

જામનગર જિલ્લાના ફોર વ્હીલર ધરાવતા વાહન માલિકો જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના ફોર વ્હીલર (LMV) ધરાવતા વાહન માલિકો જૂની સિરીઝમાં બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબર માટે ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૨૪-૨-૨૦૨૫ થી ૨૬-૦૨-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધી, ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૨૬-૦૨-૨૦૨૫ થી ૨૮-૦૨-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૨૮-૦૨-૨૦૨૫ રોજ બપોરે ૦૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઇટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-૦૭ ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન, સ...

શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડની પરીક્ષાઓના પૂર્વ આયોજન અંગે વિડીઓ કોન્ફરન્સ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર             શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં બોર્ડની પરીક્ષાઓના પૂર્વ આયોજન અંગે યોજાયેલ વિડીઓ કોન્ફરન્સમાં જામનગર કલેકટર કચેરી ખાતેથી કલેકટર કેતન ઠક્કર તથા સંબંધિત અધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા. આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થનાર છે. પરીક્ષાને લઈને દરેક જિલ્લાઓની તૈયારીઓ અંગે શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં અને રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલ વિડીઓ કોન્ફરન્સમાં સમગ્ર રાજ્યમાં મુક્ત, ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાય તે માટે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે માર્ગદર્શન આપ્યુ હતુ. આ બેઠકમાં શિક્ષણમંત્રી દ્વારા જીલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શર...
કાલાવડ ખાતે “હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ” ની જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

કાલાવડ ખાતે “હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ” ની જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ              જામનગર જિલ્લા ના કાલાવડ ખાતે 'હિન્દ રક્ષક સંઘ' નાં સંસ્થાપક ડૉ. સીમાબેન પટેલ દ્વારા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરનાં પટાંગણમાં "હિન્દુ હૃદય સમ્રાટ અને મહાન યોદ્ધા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ" જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ.                પુષ્પાંજલિ કાર્યક્રમ માં મંદિરના પૂજારી જીકા બાપુ ના વરદ હસ્તે પૂજા અર્ચના કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી તેમજ કાલાવડ ભાજપ શહેર પ્રમુખ નિરવભાઈ ભટ્ટ, પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, વિરેન્દ્રસિંહ જાડેજા, જગમલભાઈ ગઢવી, તરુણભાઈ ચૌહાણ, કિરીટભાઈ, એડવોકેટ પી.ડી.જાડેજા, જયશ્રીબેન મહેતા તેમજ મોટી સંખ્યામાં સનાતનીઓ હાજર રહી "જય ભવાની, જય શિવાજી" નાં નાદ સાથે છત્રપતિ શિવાજી મહારાજને પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવી.  ...

ગુણવત્તાસભર આરોગ્યની સુવિધાઓ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર ▶️ રાજ્યની GMERS સંલગ્ન સોલા (અમદાવાદ), ગાંધીનગર, ગોત્રી (વડોદરા), પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની મેડિકલ હોસ્પિટલને અત્યાધુનિક હાઇ-એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા ▶️ આ માઈક્રોસ્કોપ દ્વારા GMERS મેડિકલ હોસ્પિટલને "સેન્ટર ઓફ એક્સેલન્સ" તરીકે વિકસાવવાની દિશામાં પ્રેરણા મળશે તેમજ રાજ્યના 4 હજારથી ગામોને ઘર આંગણે વિશ્વસ્તરીય તબીબી સુવિધાઓનો લાભ મળશે...

ઇઝ ઓફ લિવિંગ માટેની પ્રતિબદ્ધતા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર ▶️ અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત 260 ઈલેક્ટ્રિક બસ અને 7 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે ₹58.47 કરોડ ▶️ ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 10 કામો માટે ₹3.98 કરોડ ▶️ રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે ₹212.50 કરોડ  ▶️ ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો માટે આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ અન્વયે ₹35 કરોડ  ▶️ નવરચિત પોરબ...

વેરાવળ અને તાલાલા તાલુકામાં તા.૧૯ અને ૨૦ ફેબ્રુઆરીના રોજ દ્વિ દિવસીય વોટરશેડ યાત્રા યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ               ગ્રામીણ વિકાસ મંત્રાલય જમીન સંસાધન વિભાગ વોટરશેડ મેનેજમેન્ટ વિભાગ હેઠળ તાલાલા તાલુકાના પીપળવા અને ધ્રામણવા તેમજ વેરાવળ તાલુકાના ગુણવંતપુર અને ઈન્દ્રોઈ ખાતે તા.૧૯ અને ૨૦ ફેબ્રુઆરીના રોજ વોટરશેડ યાત્રા યોજાશે. જેના માધ્યમથી પાણી વિષયક પ્રવૃત્તિઓ અંગે ગ્રામજનોને સમજ આપવામાં આવશે. તા.૧૯ ફેબ્રુઆરી અને ૨૦ ફેબ્રુઆરી એમ બે દિવસ આ યાત્રાના માધ્યમ થકી વોટરશેડ વિસ્તારમાં ખેતપાળા, બંધપાળા અને કન્ટૂરપાળા, પગથિયા પદ્ધતિ, કન્ટિન્યૂઅસ કન્ટૂર ટ્રેન્ચ, ખરાબાની જમીનમાં સુધારા કરવા, બાગાયત તથા વનીકરણ, જમીન સમથળ, ખેત તલાવડી, નાના તળાવ અને કાઢીયા, ખેડૂતના જમીનમાં પાણીના કાઢિયા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓમાં ડીપ અને સ્પ્રિંકલર ઈરીગેશન, દવા છંટકાવના ઉપયોગ માટે સોલાર સ્પ્રે પંપ, વાવેતર માટે ઓરણી, પશુઓના ચેપી રોગો અને સારવાર માટે પશુ નિ...

આંબાવાડીમાં જીવજંતુનો ઉપદ્રવ અટકાવવા બાગાયત વિભાગ દ્વારા સૂચનો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ             આંબાવાડીમાં મધિયો/હોપર અને થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે તો બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો તાલાલા દ્વારા આંબાપાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને ઉપદ્રવ નિયંત્રણ માટે કેટલીક ભલામણો કરવામાં આવી છે. આ ભલામણો અનુસાર બુફ્રોફેંજીન ૨૫% SC ૧૦૦૦ મી.લી અથવા ડેલ્ટામેથ્રિન ૨.૮% EC ૫૦૦ મી.લી અથવા ઇમીડાક્લોપ્રિડ ૧૭.૮% SL ૪૦૦ મી.લી અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% EC ૧૦૦૦ મી.લી અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫% EC ૨૦૦૦ મી.લી.પ્રતિ ૧૦૦૦ લીટર મુજબ છંટકાવ કરવાનો રહેશે. આ ઉપરાંત ભુકીછારાના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ ૫% SC @૧૦૦૦ મી.લી. અથવા પ્રોપીકોનાઝોલ ૨૫% EC૧૦૦૦ મી.લી. પ્રતિ ૧૦૦૦ લીટર પાણી મુજબ ૨૦ દિવસના અંતરે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઉપરોક્ત ભલામણો ફ્રૂટ સેટ થયા બાદની હોવાથી જો ફ્લાવરીંગ સ્ટેજ હોય તો નીમ ઓઇલ અથવા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવો તેમજ વધ...

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્યપેટા ચૂંટણીની મત ગણતરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ         આણંદ જિલ્લાની ૩ નગરપાલિકાઓ આંકલાવ, બોરીયાવી અને ઓડ તથા ઉમરેઠ તાલુકાની વોર્ડ નંબર ૪ અને ખંભાત તાલુકાની ૧ બેઠક ૨૪- ઉંદેલ - ૨, પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ છે. સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય પેટા ચૂંટણીનું મતદાન બાદ તેની મત ગણતરી આજે તા. ૧૮ મી ફેબ્રુઆરીને મંગળવારના રોજ સવારના ૯ – ૦૦ કલાકથી હાથ ધરાનાર છે. જે અન્વયે ઓડ નગરપાલિકાની મત ગણતરી ડી. એમ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ- ઓડ ખાતે, બોરીયાવી નગરપાલિકાની મત ગણતરી અખિલેશ એન્ડ તારકેશ આર્ટસ-કોમર્સ કોલેજ, બોરીઆવી ખાતે, ઉમરેઠ નગરપાલિકા પેટા ચૂંટણીની મતગણતરી નગરપાલિકા પ્રાથમિક શાળા -ઉમરેઠ ખાતે, આંકલાવ નગરપાલિકાની મતગણતરી આર્ટસ-કોમર્સ કોલેજ, આંકલાવ ખાતે અને ખંભાત તાલુકા પંચાયત ૨૪- ઉંદેલ - ૨, પેટા ચૂંટણીની મતગણતરી મામલતદાર કચેરી, ખંભાત ખાતે યોજાશે....