Friday, September 4News That Matters

Gujarat

જામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાનો સંવેદનશીલ અભિગમ

જામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાનો સંવેદનશીલ અભિગમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર મંત્રીએ સોનલ નગર, લાલવાડી અને માધાપર ભૂંગા વિસ્તારમાં પહોંચી વાલીઓ સાથે લાગણીસભર ગોષ્ઠિ કરી શિક્ષણનું મહત્વ સમજાવવાની સાથે રાજ્ય સરકારની શૈક્ષણિક યોજનાઓની માહિતી આપી જામનગર ખાતે યોજાયેલ ‘સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ’ માત્ર એક સરકારી ઔપચારિકતા પૂરતો મર્યાદિત ન રહેતા, રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના સંવેદનશીલ અને પ્રેરણાદાયી અભિગમનો સાક્ષી બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રીશ્રીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. શૈક્ષણિક કાર્યક્રમો પૂર્ણ થયા બાદ, ‘કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે’ તેવા રાજ્ય સરકારના દ્રઢ નિર્ધારને ચરિતાર્થ કરવા માટે તેમણે પોતે ગ્રાઉન્ડ લેવલ પર મોરચો સંભાળી જામનગરના વિવિધ વિસ્તારોમાં ડ્રોપ-આઉટ થયેલા બાળકોના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીએ સોનલ નગર વિસ્તારમાં ...
કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોથી ગુજરાત આવી પહોંચ્યો

કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોથી ગુજરાત આવી પહોંચ્યો

Gujarat
હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં કોમનવેલ્થ ફ્લેગ વિધિવત અર્પણ કર્યો; ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા 2 પેરા ખેલાડીઓની ઉપસ્થિતિ ઉલ્લેખનીય છે કે, ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 13 ગોલ્ડ સહિત 39 મેડલ્સ સાથે રાષ્ટ્ર મંડલ રમતોમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ સુધી ધ્વજ ગુજરાતમાં જ રહેશે-કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ તૈયારીઓ અને ખેલાડીઓને પ્રેરણા આપશે....
તાલાલાના ઘૂસિયા ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ની ઉજવણી

તાલાલાના ઘૂસિયા ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, તાલાલા    રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા ‘નારી વંદન ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલાલા તાલુકાના ડી. એમ. બારડ શૈક્ષણિક સંકુલ, ઘૂસિયા ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ નિમિત્તે મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા પ્રેરિત આ કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અને વુમન એમ્પાવરમેન્ટ વિષય પર મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રીમતી સોનલબેન રાઠોડે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના હેતુઓ તથા મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલાઓ માટે કાર્યરત સુરક્ષાલક્ષી સેવાઓ અને યોજનાઓ જેવી કે પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ...
રસોઈના સ્વાદથી ‘લખપતિ દીદી’ બનવા સુધીની સફળ સફર!

રસોઈના સ્વાદથી ‘લખપતિ દીદી’ બનવા સુધીની સફળ સફર!

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર      રોજના 1 લીટર દૂધની ચાથી શરૂ થયેલી સફર આજે 25 લીટર દૂધની ચા અને 60થી વધુ લોકોના સ્વાદિષ્ટ ભોજન સુધી પહોંચી છે. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાના 'આદ્યશક્તિ સખી મંડળ'ની બહેનો પોતાની રસોઈની કળાના માધ્યમથી નારી સશક્તીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહી છે. જિલ્લા પંચાયતમાં કેન્ટીન દ્વારા પ્રત્યેક મહિલા ₹10,000 જેટલી આવક મેળવી માત્ર પોતાના પરિવારને ટેકો જ નથી આપી રહી, પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્રોત બની રહી છે....
જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલની અધ્યક્ષતામાં “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે રોજગાર/સ્વરોજગાર મેળો યોજાયો

જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલની અધ્યક્ષતામાં “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે રોજગાર/સ્વરોજગાર મેળો યોજાયો

Gujarat
‘નારી વંદન ઉત્સવ’ હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ    જિલ્લા વહીવટી તંત્ર, વલસાડના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગરના સહયોગથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, વલસાડ અને જિલ્લા રોજગાર કચેરી, વલસાડ દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલની અધ્યક્ષતામાં “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે પારડી પ્રજાપતિ હોલ, પારડી ખાતે મહિલા રોજગાર/સ્વરોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં વિવિધ ઉદ્યોગો(કંપનીઓ)ના કુલ 7 નોકરીદાતાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. મેળામાં કુલ 487 મહિલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 251 મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી સ્થળ પર જ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી. શ્રીમતી શ્વેતા દેસાઈ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, વલસાડ દ્વારા મહિલાઓના આર્થિક સશક્તિકરણ, રોજગાર અને સ્વરોજ...
મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે વિશેષ મહિલા રોજગાર મેળાનું આયોજન

મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે વિશેષ મહિલા રોજગાર મેળાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર      નારી વંદન સપ્તાહ અંતર્ગત ગાંધીનગર સર્વ વિદ્યાલય પરિસરમાં મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે વિશેષ મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રીટાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 15 જેટલા નોકરીદાતાઓ દ્વારા 595 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી યુવતીઓને નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા.  કલેક્ટરએ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને સમગ્ર સમાજ તથા દેશના આર્થિક ઉત્થાનનો પાયો ગણાવ્યો હતો. આ દરમિયાન સૌ અતિથિઓએ લાભાર્થી મહિલાઓનું સન્માન કરી તેમના દ્વારા લગાવાયેલા વ્યવસાયિક સ્ટોલ્સની મહાનુભાવો દ્વારા પ્રોત્સાહક મુલાકાત લેવામાં આવી હતી...
નારી વંદન ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી નિમિત્તે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

નારી વંદન ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી નિમિત્તે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત    નારી વંદન ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત "બેટી બચાવો, બેટી પઢાવો દિવસ"ની ઉજવણી નિમિત્તે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઉમરા સુરત સીટી ના દેવકી નંદન હિન્દી વિધાલય પાંડેસરા વિસ્તાર ખાતે શાળાના આચાર્ય સુરેશભાઈના વડપણ હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.                 "બેટી બચાવો, બેટી પઢાવો" અભિયાનનો મુખ્ય હેતુ દીકરીઓના જન્મ, સુરક્ષા, શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. દીકરીઓને સમાન અધિકારો, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ પ્રાપ્ત થાય તેમજ તેઓ આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી સમાજના વિકાસમાં સમાન ભાગીદાર બને તે માટે સમાજમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો.          કાર્યક્રમ દરમિયાન ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઘરેલુ હિંસા, છેડતી, શોષણ, સાયબર ગુનાઓ સહિતની કટોકટીની પરિસ્થિતિમાં ઉપલબ્ધ 24×7 નિઃશુલ્ક ઇમરજન્સી પ્રતિસાદ, કાઉન્સેલિંગ, પોલ...

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 69 મિ.મી. વરસાદ નોંધાયો 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ     રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા આજે સવારે 6:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદના આંકડા મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના પડધરીમાં 38 મિ.મી., વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં 33 મિ.મી., અરવલ્લીના મોડાસામાં 31 મિ.મી. અને કચ્છના મુન્દ્રામાં 27 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવ-થરાદના ધરણીધર વિસ્તારમાં 25 મિ.મી., જ્યારે સુરતના ઉમરપાડા તથા જૂનાગઢ શહેરમાં 23-23 મિ.મી. વરસાદ નોંધાયો છે....

“નારી વંદન ઉત્સવ ઉજવણી ” અંતર્ગત વઘઇ ખાતે ૪ ઓગસ્ટના રોજ મહિલા રોજગાર ભરતીમેળો યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ     "નારી વંદન ઉત્સવ ઉજવણી" અંતર્ગત "મહિલા સ્વાવલંબન દિવસ" નિમિતે, ડાંગ જિલ્લાની મહિલાઓને રોજગારી મળે તે માટે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા-ડાંગ ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૪/૮/૨૦૨૬ (મંગળવાર) સમય-સવારે ૧૦-૩૦ કલાકે, વસુધારા ડેરી, દુધ શીત કેન્દ્ર, વઘઇ ખાતે મહિલા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામા આવેલ છે.  આ ભરતી મેળામાં ધોરણ ૧૦,૧૨ પાસ, આઇ.ટી.આઇ, ગ્રેજ્યુએશન લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૫ ની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાશ્રીઓમાં શ્રી ખોડીયાર ક્રિએશન, સુરત, ચેકમેટ સીક્યુરીટી સુરત અને એમ.આર.એફ ટાયર્સ, દહેજ જેઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ (સીવણકામ, સેવીંગ ઓપરેટર,ટ્રેઇની, મેનેજર) માટે સ્થળ પર પ્રાથમિક...
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતની રાછવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતની રાછવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત

Gujarat
હિન્દ ન્યુઝ, દાહોદ    દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા ધાનપુર તાલુકાના રાછવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલી સ્ટાફ મિટિંગમાં હાજરી આપી આરોગ્ય સેવાઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મિટિંગ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની પ્રગતિ, સેવા ગુણવત્તા, સમયસર કામગીરી તેમજ દર્દીઓને વધુ સારી અને અસરકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉ. ઉદય ટીલાવત દ્વારા આશા વર્કરો સાથે સંવાદ યોજાયો હતો. સંવાદ દરમિયાન આશા વર્કરો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવતી માતા-બાળ આરોગ્ય સેવાઓ, રસીકરણ, આરોગ્ય જાગૃતિ સહિતની વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી હતી.  ઉપરાંત, ફિલ્ડમાં કામગીરી દરમિયાન આવતી સમસ્યાઓ ...