સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,થરાદના એન એસ એસ વિભાગ દ્વારા લુણાલ મુકામે બૌદ્ધિક સેશન તેમજ વ્યસન મુકિત કાર્યક્રમ યોજાયો
હિન્દ ટીવી - ગુજરાતી, થરાદ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદના એનએસએસ વિભાગ દ્વારા લુણાલ મુકામે ચાલી રહેલી સાત દિવસીય ખાસ શિબિરના પાંચમા દિવસે બપોરે ૩ થી ૫ માં બૌદ્ધિક સેશન તેમજ રાત્રે ૮ થી ૧૦.૦૦ દરમ્યાન વ્યસન મુકિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બૌદ્ધિક સેશનની શરૂઆત કોલેજના આચાર્ય ભાવિક ચાવડા દ્વારા બૌદ્ધિક સેશનના મુખ્ય વક્તા અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક જે.સી.ઠાકોર તેમજ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક નિહાર નીમ્બાર્કના શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી. બૌદ્ધિક સેશનના પ્રથમ ભાગમાં જે.સી.ઠાકોર દ્વારા સમૂહ જીવન અને વર્તમાન પેઢી વિષય પર ઉમદા વ્યાખ્યાન રજૂ કરાયું.બૌદ્ધિક સેશનના બીજા ભાગમાં નિહાર નીમ્બાર્ક દ્વારા પૃથ્વીની ઉત્પત્તિ તેમજ તેના વિવિધ રહસ્યો પર એક રસપ્રદ વ્યાખ્યાન આપવામાં આવ્યું.
રાત્રે વ્યસન મુકિત કાર્યક્રમના મુખ્ય વક્તા તેમજ લાયન્સ ક્લબના ડિસ્ટ્રીક...



