Sunday, September 6News That Matters

Gujarat

સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. તેઓએ સોમનાથ મહાદેવના દર્શન જલાભિષેક કર્યા હતા. સાથે જ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી. સોમનાથ મહાદેવના દર્શન કરીને મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ધન્યતા વ્યક્ત કરી હતી. આ તકે સોમનાથ મંદિરના પુજારી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું....
Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આટર્સ એન્ડ શ્રીમતી એસ.આર. ચમારીયા કોમર્સ કોલેજમાં 'પર્યાવરણ જાગૃતિ અભિયાન' અંતર્ગત ધરમપુર તાલુકાના ખોબા ગામ સ્થિત લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી નિલમભાઈ પટેલનું વકતવ્ય યોજાયું હતું. જળ, જમીન અને જંગલ'ને ધ્યાનમાં લઇ વિવિધ ઉદાહરણો થકી યુવાપેઢી સમક્ષ નિલમભાઈ પટેલે પ્રેરક વકતવ્ય આપતા જણાવ્યું કે, જળ, જંગલ અને જમીન એ આપણો સામુદાયિક વારસો છે. જેનું જતન કરવુ ખૂબ જ જરૂરી છે. જંગલો રહેશે તો જમીનનું ધોવાણ અટકશે. આપણા ધરમપુર અને કપરાડામાં ૧૦૦ થી ૧૨૫ ઈંચ વરસાદ પડે છે, વૃક્ષો હશે તો વરસાદનું પાણી મૂળિયા થકી જમીનમાં ઉતરશે જેથી જમીનમાં ભેજ રહેશે અને ખેતીના પાકોમાં લાભ મળશે. જંગલો નાશ પામતા અટકાવવા માટે નવી પેઢીએ જંગલ સંવર્ધનનું કામ કરવુ જોઈએ. આપણા સામુદાયિક વારસાનો ખપપૂરતો ઉપયોગ કરવો જોઈએ જેથી ન...

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત “દે ઘુમાકે -૨૦૨૩” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ           લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત "દે ઘુમાકે -૨૦૨૩" આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન સરીગામ ખાતે આવેલ લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા લક્ષ્મી ડાઈમંડનાં ૫૦ વર્ષ અને ગજેરા ટ્રસ્ટનાં ૩૦ વર્ષ પૂરા થવાના ઉપલક્ષે "દે ઘુમાકે-૨૦૨૩" આંતરશાળા ક્રિકેટ પ્રતિયોગિતાનો પ્રારંભ ચુનીભાઈ ગજેરાના હસ્તે તારીખ ૦૧-૦૨-૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વલસાડ જિલ્લાની ૨૪ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. એક સપ્તાહથી અવિરત ચાલતી પ્રતિયોગિતા દરમિયાન જાદી રાણા હાઈસ્કૂલ ઘીમાડીયા, બી.એસ.પટેલ પ્રાયમરી સ્કૂલ બીલીમોરા, શ્રી માછી મહાજન ઇંગલિશ સ્કૂલ નાની દમણ, તેમજ સર્વોદય હાઈસ્કૂલ, સેગવીની ટીમો સેમિફાઇનલમાં આવી હતી. કુલ 18 નોક આઉટ મેચના અંતે સેમી ફાઇનલમાં સ્થાન મેળવેલ ઉપરોક્ત શાળાઓની ટીમ વચ્ચે ફાઇનલ પ્રતિયોગિતામાં ટીમ સ્પિરિટ અને ટીમવર્કનું આબેહૂબ પ્રદર્શન જો...

ભૂલી પડેલી પારડીની માનસિક અસ્થિર યુવતીનું ૧૮૧ અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ યુવતીને કંઈ યાદ ન હોવાથી જે પણ ગામડાના નામ આપ્યા તે ગામોમાં ૧૮૧એ તપાસ કરી પરિવારની ભાળ મેળવી વલસાડ જિલ્લામાં મહિલાઓની સુરક્ષા કાજે 24 કલાક અવિરતપણે કાર્યરત 181 મહિલા અભયમ હેલ્પલાઇન ટીમે ભૂલી પડેલી પારડી તાલુકાની માનસિક અસ્થિર યુવતીને ઘરે પહોંચાડીને પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાંથી એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર કોલ કરી જણાવ્યું હતું કે, તેમના ગામમાં એક અજાણી અને માનસિક રીતે બીમાર ભૂલી પડી ગયેલી યુવતી છે. જેથી 181 અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી ગભરાઈ ગયેલી યુવતી સાથે વાતચીત કરતા તેને કશું યાદ ન હોવાથી તેનો પરિચય અને ઘરનું એડ્રેસ મેળવવું મુશ્કેલ બન્યું હતું. તેવા સંજોગોમાં યુવતી સાથે ધીરજપૂર્વક વાતચીત કર્યા બાદ થોડી રાહ જોઈ હિંમત આપી અને કાઉન્સિલિંગ કર્યા બાદ તેણે તેના ગામના આજુબાજુના ઘણા ગામોના નામ આપ્યા હ...

વાંસદા તાલુકાના સતીમાળ ગામે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતી જાગૃતતા શિબિર યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નવસારી          આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસની ઉજવણી, હલકા ધાન્ય પાકો વર્ષ-૨૦૨૩ ની ઉજવણી અને પ્રાકૃતિક ખેતીની જાગૃતતા શિબિર વાંસદા તાલુકાના સતીમાળ ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.એમ.ચૌહાણે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં પહેલા થતા હલકા ધાન્ય પાકોનું મહત્વ, પોષણ, મુલ્ય અને આ પાકોમાં નહિવત માત્રામાં રસાયણનો ઉપયોગ થતો હોવાથી ખૂબ જ સરળતાથી પ્રાકૃતિક ખેતીમાં સમાવેશ કરી જીવામૃત અને દર્શપર્ણીના ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતી તરફ વળવા સૌને આગ્રહ કર્યો હતો. શિબિરમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો.કે.એ.શાહે જણાવ્યું હતું કે, કઠોળ પાકોના વિસ્તાર અને ઉત્પાદકતા વધે તે હેતુથી યુનિવર્સિટી દ્વારા સંશોધન કરવામાં આવે છે. જેમાં કઠોળ પાકો જેવા કે તુવેર, મગ, અડદ, પાપડી, વાલ વગેરે હલકા ધાન્ય પાકો જેવા કે નાગલી, વરી, બંટો, ગોદરી, બાવટો અને રાજગરો વગેરે પાકોની નવીનત...

ખેડૂતો અને ખેતીના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ : નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદભાઈ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા             તિલકવાડા તાલુકાના ચિત્રાખાડી ખાતે નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારી અને તિલકવાડાના પ્રાકૃતિક ખેતીના નોડલ અધિકારી વિનોદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતીના મહત્વ સમજાવી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉમદા આશયથી “ખેડૂતમિત્ર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી પ્રસંગે નર્મદા જિલ્લામાં ખેડૂતો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને અનુલક્ષીને તિલકવાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી પટેલે સંવાદમાં ઉપસ્થિત ખેડૂતમિત્રોને જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી ખેડૂતો અને ખેતીના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. વધુમાં પટેલે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી અવગત કરાવીને ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્...

સમગ્ર શિક્ષા ગીર સોમનાથ દ્વારા ટ્રાન્સપોર્ટેશન યોજનાના સ્કૂલ વાહનચાલકોની તાલિમ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           મણીબહેન કોટક હાઈસ્કૂલ વેરાવળ ખાતે પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એચ.કે.વાજાના અધ્યક્ષસ્થાને સમગ્ર શિક્ષા ગીર સોમનાથ દ્વારા વાહન ચાલક મિત્રોની તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલિમના મુખ્ય અતિથી આરટીઓ ઓફિસર યુવરાજસિંહ વાઘેલા રહ્યાં હતાં. ગીર સોમનાથ જિલ્લાની ૧૨૫ શાળાઓમાં શરૂ ટ્રાન્સપોર્ટેશન યોજનાનો ૬૬૧૯ બાળકો લાભ લઈ રહ્યાં છે. આરટીઓ ઓફિસરએ તાલિમ દરમિયાન સ્કૂલ વાહન ચાલકોને બાળકો સાથે કઈ રીતે વ્યવહાર કરવો, ટ્રાફિક નિયમોના પાલન, વાહન ચાલકોના વાણી-વર્તન, વગેરે બાબતો વિશે ઉંડાણપૂર્વક સમજ આપી હતી. આ તકે વેરાવળ બીઆરસી સંદિપભાઈ દ્વારા તમામનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ એચ.કે.વાજાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, બાળકોનું મન ખૂબ જ કોમળ અને ચંચળ હોય છે. આ કારણે તેમને વાહનમાં બેઠક વ્યવસ્થા કઈ રીત...

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીરગઢડા-પ્રાંચી ખાતે સિંચાઈ કામોની કરી સમીક્ષા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ              જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત દરમિયાન ગીરગઢડા અને પ્રાંચી ખાતે વિવિધ સિંચાઈ કાર્યોની સમીક્ષા કરી હતી. મંત્રીએ ગીર ગઢડા ખાતે મચ્છુંદ્રી સિંચાઈ યોજનાની ડેમ સાઇટ પર મુલાકાત લીધી હતી. આ ક્ષણે ઉપસ્થિત ઉના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીએ પીછવી નાની સિંચાઈ યોજના તેમજ પ્રાંચી ખાતે પાણી પુરવઠા જૂથ યોજના-૧ અને ૨ની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ કેનાલ લાઇનના કામ, માઈનોર કેનાલ અને સબ માઈનોર કેનાલમાંનવીનીકરણ, માળખાગત કામગીરી ગીરગઢડા અને ઉના તાલુકામાં ચેકડેમ બનાવવા, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વધુ કામો કરવા વગેરે જેવી જિલ્લા પંચાયત સદસ્યની રજૂઆતોને સાંભળી હતી અને તમામ કામો અંગે ઉચ્ચ અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી મહત્વની બાબતો તરફ ધ્યાન દોર્યું ...

રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં બે ધનવંતરી રથ ફાળવાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાજ્ય સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકનાં “ધનવંતરી આરોગ્ય રથ ”નું શુભારંભ ભાવનગર જીલ્લામાં તા.૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ કલેક્ટર કચેરી ખાતે સવારના ૧૦:૧૫ કલાકે જિલ્લા કલેકટર ડી.કે.પારેખનાં વરદ હસ્તે શુભારંભ કરવામાં આવનાર છે તેમ પ્રોજેક્ટ મેનેજર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે....

ઉમરેઠી સમૂહ લગ્નોત્સવમાં વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ અપાયા લગ્ન પ્રમાણપત્ર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           યુવક મંડળ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા ઉમરેઠી ગામે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નમંડપમાં લગ્નવિધિ પૂરી થયા બાદ વહીવટી તંત્ર દ્વારા તરત જ લગ્ન પ્રમાણપત્રો તેમજ શ્રીમદ્ ભાગવત પુરાણ અપર્ણ કરવામાં આવ્યા હતાં. વહીવટી તંત્રની સ્થળ પર જ પ્રમાણપત્ર વિતરણ કરવાની પ્રશંસનિય કામગીરી ગ્રામ્યજનોએ પણ ખૂબ જ ઉત્સાહથી વખાણી હતી. આ લગ્નોત્સવમાં તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઈ પરમાર, વિસ્તરણ અધિકારીશ્રી પંચાયત ચિરાગભાઈ પુરોહિત તથા ટી.એલ.ઈ. સરમણભાઈ રામએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. ઉપરાંત આ લગ્નોત્સવમાં તલાટી કમ મંત્રી  મનીષાબેન પી. રામએ પોતાના તરફથી શ્રીમદ્ ભાગવત પુરાણ અર્પણ કરી યુગલોને આશિર્વાદ પાઠવ્યા હતાં તદુપરાંત લગ્ન પ્રમાણપત્રો તૈયાર કરવામાં વીસીઈ કપિલભાઈ બારડ સહિતના કર્મચારીઓએ પણ ખુબ જહેમત ઉઠાવી હતી....