Friday, September 4News That Matters

‘સંકલ્પ વિદ્યોદય’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વધુ ૧૪ સ્માર્ટ સ્કૂલ બનશે

“શિક્ષણનો સંકલ્પ… વિદ્યાનો ઉદય… સંકલ્પ વિદ્યોદય.”

હિન્દ ટીવી – ગુજરાતી, છોટાઉદેપુર 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલકેટર ગાર્ગી જૈનના નૈતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક નિર્ણય લેવામાં આવ્યો છે.જિલ્લા કલકેટરના અધ્યક્ષસ્થાને “સંકલ્પ વિદ્યોદય”ની પત્રકાર પરિષદ જિલ્લા સેવા સદન વીસી હોલ ખાતે યોજાય હતી. 

“સંકલ્પ વિદ્યોદય”ની પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકચર ગાર્ગી જૈનને જણાવ્યું હતું કે, તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેના આધારે જિલ્લામાં પૂરતી સુવિધાઓના અભાવે ચાલતી ૧૪ શાળાઓને “સંકલ્પ વિદ્યોદય” સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તિત કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને તેની કામગીરી પણ ઝડપથી શરૂ કરી દેવાઈ છે.

તાલુકાવાર મંજૂર થયેલી સ્માર્ટ સ્કૂલોની વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે,નસવાડી તાલુકો- ૨ શાળાઓ, કવાંટ તાલુકો-૬ શાળાઓ, બોડેલી તાલુકો- ૬ શાળાઓ આમ કુલ- ૧૪ નવી સ્માર્ટ સ્કૂલોનું નિર્માણ કરવામાં આવશે. અમારો મૂળ સંકલ્પ માત્ર નવી ઇમારતો ઊભી કરવાનો નથી, પરંતુ જિલ્લાના પ્રત્યેક બાળકને સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને મોડર્ન ટેક્નોલોજી આધારિત આધુનિક શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. વિદ્યાના ઉદય માટેનો આ સંકલ્પ હવે સમગ્ર જિલ્લામાં વ્યાપક રીતે વિસ્તરી રહ્યો છે.

જિલ્લામાં ૧૦૦ ટકા સંતૃપ્તિના લક્ષ્ય તરફ આગળ વધી રહેલા વહીવટીતંત્રના આ ભગીરથ પ્રયાસોથી હવે ઝૂંપડામાં ચાલતું પ્રાથમિક શિક્ષણ ભૂતકાળ બનશે અને બાળકોને ઉત્કૃષ્ટ શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *