Friday, September 4News That Matters

ડભોઇમાં ચાર હજાર જેટલા ફૂડપેકેટ્સનું વિતરણ કરાયું

હિન્દ ટીવી – ગુજરાતી, ડભોઇ

    ડભોઇ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે મુશ્કેલી અનુભવી રહેલા પરિવારોને વ્હારે તાલુકા તંત્ર આવ્યું છે અને આવી સ્થિતિમાં જરૂરતમંદોને પડખે ઉભું રહ્યું છે. તાલુકા તંત્રએ આવી સ્થિતિમાં ૪ હજાર કરતા પણ વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું છે. 

વરસાદની સ્થિતિ સામાન્ય પડતા અધિક કલેક્ટર હિમાંશુ પરીખ, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર સહિત મામલતદાર અને પ્રાંત કચેરીના કર્મયોગીઓ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવા માટે ગામોમાં પહોંચી ગયા હતા. જે ગામોમાં વધારે પાણી ભરાયા હોય એવા ગામોને અગ્રતા આપવામાં આવી હતી. 

કલેક્ટરની સૂચના મુજબ કરવામાં આવેલી પૂર્વ તૈયારી પણ અહીં કામે આવી હતી. કારણ કે, આ સૂચનાને અનુસરી તાલુકા તંત્ર દ્વારા ફૂડ પેકેટ્સ તૈયાર રાખવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાની પણ સુંદર મદદ મળી હતી. વિતરણ સમયે તેમની પણ ઉપસ્થિતિ રહી હતી. 

તંત્ર દ્વારા ભીલાપુર, અંબાવ, કરાલી, ઢોલાર, કરાલીપૂરા, દંગીવાડ, નારણપૂરા સહિતના ગામોમાં આ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચાર હજાર જેટલા પેકેસ્ટ સાથે પાણીની બોટલ પણ આપવામાં આવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *