હિન્દ ટીવી – ગુજરાતી, જંબુસર
જંબુસર તાલુકાના નોંધણા વલીપુર ગામની સીમમાં આવેલા મોટા બાલન્દ્રરા વિસ્તારમાં દીપડાના હુમલાથી ફફડાટ વ્યાપી ગયો છે.
ગામની સીમમાં રહેતા મોતીભાઈ સનાભાઇ વાઘેલા પોતાના પરિવાર સાથે ખેતરમાં વસવાટ કરે છે. ગત રાત્રિના આશરે ૧૦:૩૦ વાગ્યાના સુમારે, લાંબા સમયથી સીમ વિસ્તારમાં ફરી રહેલો દીપડો અચાનક તેમના મકાન પાસે ધસી આવ્યો હતો. દીપડાએ મકાન પાસે બેઠેલા પાલતુ કુતરા પર તરાપ મારી તેને ઉપાડી જઈ શિકાર કર્યો હતો.
પરિવારની નજર સામે જ દીપડો શ્વાનને ઉઠાવી જતાં ખેતરોમાં રહેતા શ્રમજીવીઓ અને ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વન વિભાગ આ મામલે સત્વરે પાંજું મૂકી દીપડાને પાંજરે પૂરે તેવી માંગ કરવામાં આવી છે.
સ્થાનિકો દ્વારા વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ દ્વારા તાત્કાલિક દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું.
રિપોર્ટર ઈમ્તિયાઝ દિવાન, ભરૂચ
