Friday, September 4News That Matters

છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ગૌરવપૂર્વક ઉજવણી

રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ-૨૦૨૬ 

હિન્દ ટીવી – ગુજરાતી, છોટાઉદેપુર

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની “વોકલ ફોર લોકલ” અને “આત્મનિર્ભર ભારત”ની પ્રેરણાથી છોટાઉદેપુર જિલ્લામાં “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ”ની ગૌરવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલકેટર ગાર્ગી જૈન દ્વારા “કસોટા પુનર્જીવન પ્રકલ્પ”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

 કલેકટર ગાર્ગી જૈનને “ગૌરવથી ગંતવ્ય સુધી” અભિયાનના મુખ્ય ઉદ્દેશ્ય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કસોટા એ માત્ર એક હાથશાળનું કાપડ નથી, પરંતુ તે છોટાઉદેપુરની આગવી ઓળખ, સંસ્કૃતિ, પરંપરા અને સ્થાનિક વણકરોની અદભૂત કળાનું જીવંત પ્રતિક છે. આ પ્રકલ્પનો મુખ્ય સંકલ્પ આપણી આ અમૂલ્ય પરંપરાને માત્ર સાચવવાનો જ નથી, પરંતુ નવા યુગ સાથે તાલ મિલાવીને વિશ્વસ્તરે તેની એક આગવી ઓળખ ઉભી કરવાનો છે. કસોટાની આ વિરાસતને અકબંધ રાખવા માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે.

 વધુમાં તેમણે જણાવ્યું કે,આ અભિયાન અંતર્ગત સ્થાનિક વણકર સમુહોને વિશેષ તાલીમ આપવામાં આવશે.સાથે સાથે કસોટામાં નવી ટેક્નોલોજી અને આધુનિક ડિઝાઇનનો સમન્વય કરવામાં આવશે. કસોટાને યોગ્ય બજાર સાથે જોડીને નવી ઓળખ આપવામાં આવશે. 

 આ પ્રસંગે ભાષા કેન્દ્ર તેજગઢ દ્વારા કસોટા અને કેળાની છાલમાં બનાવવામાં આવતા કાગળની વિવિધ વસ્તુઓને કલેકટરએ નિહાળી હતી. 

 આપણી પરંપરાને સાચવીએ, આપણા વારસાને સશક્ત બનાવીએ અને કસોટા હાથશાળને ફરી એકવાર ગૌરવ થી ગંતવ્ય સુધી પહોંચાડવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈનને સ્થાનિક હાથશાળના કલાકોરોને અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *