Sunday, February 15News That Matters

નવ સર્જિત વાવ થરાદ જિલ્લાને મળશે અદ્યતન જિલ્લા સેવા સદન

હિન્દ ટીવી-ગુજરાતી, થરાદ

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થરાદ ખાતે અંદાજે ₹70 કરોડના ખર્ચે 39 એકરના વિસ્તારમાં નિર્માણ પામનાર જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું.

ગ્રીન બિલ્ડિંગના ધોરણે નિર્માણ પામનાર અત્યાધુનિક સુવિધાઓ સાથેના આ સેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની 30થી વધુ જિલ્લા સ્તરીય કચેરીઓ કાર્યરત કરવામાં આવશે, જેના પરિણામે જિલ્લાના નાગરિકોને એક જ સ્થળેથી સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સરળતાએ પ્રાપ્ત થશે અને તેમના સમય અને સંસાધનોની બચત થશે તેમજ વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *