Sunday, February 15News That Matters

આણંદમાં “વિશ્વ ધ્યાન દિવસ” અંતર્ગત શિબિર યોજાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, આણંદ

             યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧ ડિસેમ્બરને “વિશ્વ ધ્યાન દિવસ” જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપક્રમના ભાગરુપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સ્થાનિક યોગ સહિતની વિવિધ સંસ્થાઓના સહયોગથી સમગ્ર રાજ્યમાં ૪૦ સ્થળોએ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

        આણંદ જિલ્લામાં બ્રહ્માકુમારી સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આણંદ જિલ્લાના કો-ઓર્ડીનેટર તોરલ પટેલના માર્ગદર્શન હેઠળ ધ્યાન શિબિરમાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. શિબિરમાં જિલ્લા કો – ઓર્ડીનેટર તોરલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી ટ્રેનર્સનું સત્કાર કરતા જીવનમાં ધ્યાનના મહત્વને સમજાવતા જણાવ્યુ કે, યોગ અને ધ્યાનની સાધના મન એકાગ્ર બને છે અને લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે છે.

         અત્રે નોંધનીય છે કે,ધ્યાન અને યોગ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન મણકા છે જે અનાદિકાળથી શાંતિ, આત્મસંતુલન અને માનસિક સમૃદ્ધિનો માર્ગ પ્રદર્શિત કરે છે. ઉપનિષદ, ભગવત ગીતા અને પતંજલિ સૂત્ર જેવા શાસ્ત્રોમાં ધ્યાન અને યોગની
 મહાનતા દર્શાવવામાં આવી છે.

           સમગ્ર વિશ્વ માટે પ્રવર્તમાન સ્થિતિમાં ભારતીય યોગ અને ધ્યાન માનવજાત માટે આશાની એક નવી દિશા દર્શાવે છે. ૨૧ ડિસેમ્બરનું ધ્યાન માટે વિશેષ મહત્વ છે. શિયાળાની સૌથી લાંબી રાતને ધ્યાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવી છે કારણ કે આ સમય દરમિયાન મન અને શરીર ઉર્જાને પુન: સ્થાપિત કરવા માટે અનકૂળ થાય છે. કાર્યક્રમના પ્રારંભે યોગ અને ધ્યાનના ટ્રેનરોનું પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન સત્કાર કરવામાં આવ્યો હતો. શિબિરમાં શહેરના યોગ અને ધ્યાન સાધકો ઉપસ્થિત રહ્યા હતા અને એકાગ્ર બની આ અવસરનો લાભ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *