Monday, February 16News That Matters

વેરાવળ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી કે.વી બાટીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અન્વયે રીવ્યુ બેઠક યોજાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’થીમ પર ૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની  જિલ્લાકક્ષાની ઉજવણી સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે થશે જે અંતર્ગત પ્રાંત કચેરી વેરાવળ ખાતે પ્રાંત અધિકારી કે વી બાટીના અધ્યક્ષસ્થાને  યોગ દિવસની ઉજવણીના સુચારૂ આયોજન માટે રીવ્યુ બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં  ૨૧મી જૂનના રોજ સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે થનાર નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે પ્રાંત અધિકારીએ સંબંધિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ લોકો પોતાની ભાગીદારી નોંધાવે તેમજ શાળા, કોલેજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, નગરપાલિકા, તેમજ એનજીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાય અને સુચારુ આયોજનને અનુલક્ષીને વિસ્તૃૃત ચર્ચા કરવામાં આવી હતી.


આ તકે નાયબ કલેકટર ભુમિકાબેન વાટલીયા, પોલીસ અધિકારી એમ.યુ.મસી, નગરપાલિકા ચીફ ઓફિસર ચેતન ડુડીયા, મામલતદાર સર્વ શામળા, આરજુ ગજ્જર, જિલ્લા યુવા વિકાસ અધિકારી મકવાણા, જિલ્લા રમત અધિકારી કાનજી  ભાલિયા, જિલ્લા  શિક્ષણ  કચેરીના વહીવટી અધિકારી વિપુલભાઈ ખાંભલા સહિત  શીર્ષ અધિકારીઓ અને એન.જી.ઓ તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *