Sunday, February 15News That Matters

મહેસાણા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને યોજાયો

 હિન્દ ટીવી – ગુજરાતી, મહેસાણા

        રાજયવ્યાપી ‘‘સ્વાગત સપ્તાહ’’ની ઉજવણી અન્વયે મહેસાણા તાલુકા સ્વાગત કાર્યક્રમ પ્રાન્ત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનુ સ્થળ પર જ નિકાકરણ લાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખીય છેકે સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ સામુહિક પ્રશ્નોની રજૂઆત પણ ડીડીઓ સાંભળી હકારત્મક નિવારણ માટે સૂચનો કર્યા હતા, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાજયસરકાર દ્વારા આયોજીત કરાયેલા સ્વાગત સપ્તાહની ભૂમિકા રજૂ કરી હતી, અને નાગરિકોને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહેસાણા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય, અન્નપૂર્ણા યોજના, માર્ગ મકાન વિભાગ, એસ. ટી. બસ સુવિધા,આરોગ્ય સંબધિત વિવિધ વિભાગોના પ્રશ્નો રજૂ થયા હતા અને આ તમામ વિભાગોના અધિકારીશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રશ્નોનુ ત્વરિત નિરાકરણ કર્યું હતું. મહેસાણા તાલુકા સ્વાગતમાં મહેસાણાના ઝેનીબેન ઠાકોરનો ગંગા સ્વરૂપા સહાય યોજનાનો સ્થળ પર પ્રશ્ન ઉકેલાતાં તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મામલતદાર મહેસાણા, તાલુકા વિકાસ અધિકારી મહેસાણા સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *